[૩૮૯] ચામડાની કિંમત ફિકસ ડીપોઝીટમાં મુકવી

Chapter : કુરબાની

(Page : 446-447)

સવાલઃ– મુસ્લિમ હકદારોને અનાજ વહેંચવાના હિસાબે ચામડાની રકમ વધુ વ્યાજ મળે તે વ્યવસ્થાના સાથે રોકી રાખવું કેવું છે?

જવાબઃ– વધુ વ્યાજ લેવાની નિય્યતથી ફીકસ ડીપોઝીટ ખાતામાં મઝકૂર રકમ જમા કરાવવી જાઈઝ નથી, અને ચામડાની કિંમત સદકો કરવામાં મોડુ કરવું પણ કરાહતથી ખાલી નથી માટે તુરત જ સદકો કરી દેવો જોઈએ, માહે રમઝાન મુબારકની રાહ જોવામાં સદકો કરવામાં વિલંબ ન કરવામાં આવે. (શામી ભાઃર)

Log in or Register to save this content for later.