[૩૮૭] કિંમતથી ગરીબ તલબાને સ્કોલરશીપ

Chapter : કુરબાની

(Page : 445-446)

સવાલઃ– કુરબાનીના જાનવરના ચામડાંના પૈસા ગરીબ તલબાઓને આપવા બેહતર છે કે ગરીબ, મિસ્કીન, યતીમ, અને બેવાઓને? અમારે ત્યાં એક અંજુમન છે તે અંજુમને ચામડાંના પૈસાઓમાં ગરીબ તલબાઓને સ્કોલરશીપ તેમજ રમઝાનમાં રૂ.૧૧૦૦/ ના ઘઊં ગરીબોને વહેંચ્યા હતા, તો ચામડાના પૈસા ગરીબ તલબાઓને આપવા બેહતર છે કે ગરીબો યતીમો અને બેવાઓને?

જવાબઃ– દીની તા’લીમ લેતા ગરીબ તલબાને ચામડાની કિંમત સ્કોલરશીપ તરીકે આપવી બીજા ગરીબોને આપવા કરતાં અફઝલ અને બેહતર છે. દુ.મુખ્તારમાં નકલ છેઃ

التصدق علی العالم الفقیر افضل (الدر) أی من الجاھل الفقیر)در مختار شامی ص:۶۹ دوم(

                ઈલ્મવાળા ગરીબ મુસલમાનને સદકો આપવો જાહિલ ગરીબને આપવાથી અફઝલ છે અને તાલિબે ઈલ્મો પણ ગામના જ ગરીબો છે તેઓથી બહાર તો નથી અને ગામની સ્થાનિક ગરીબ વ્યકિતઓ કરતાં તે વધુ નેક અને મુસ્લિમ સમાજ માટે વધુ લાભદાયી છે અને એવી વ્યકિતઓ સદકા માટે વધુ અફઝલ છે.

                અને ગરીબ તલબાને મદદ આપવામાં ગામમાં રહેનાર ગરીબો, બેવાઓની પણ મદદ થઈ જાય છે, કારણ કે તે ગરીબ તલબાનો આર્થિક બોજો તેમના ગરીબ મા–બાપ પર પડતો નથી.

Log in or Register to save this content for later.