Chapter : કુરબાની
(Page : 442-443)
સવાલ :– કુરબાનીના ચામડાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય અને જો વેચી આપવામાં આવે તો કિંમત માટે શું હુકમ છે?
જવાબ :– કુરબાનીનું ચામડું પોતાના ઉપયોગમાં લાવી શકાય છે અને ઉપયોગમાં લાવવાનો મતલબ એ છે કે ચામડાની કોઈ ઉપયોગ લાયક વસ્તુ બનાવી લે, જેમકે બેસવાની દરી, બૂટ, મુસલ્લો, મોજા, ડોલ અથવા સીધા ચામડાના બદલામાં કોઈ એવી વસ્તુ ખરીદ કરે જેને બાકી રાખી હંમેશા ઉપયોગ કરી શકાય, કામદાર માણસને હદિયા પેટે પણ આપી શકાય છે અને ગરીબ માણસને સદકા તરીકે આપી શકાય છે અને સદકો કરી દેવો અફઝલ છે.
હુઝૂરે અકરમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) એ હઝરત અલી (રદિ.) થી ફરમાવ્યું કે તમો કુરબાનીના જાનવરોની જુલો તથા બાંધવાની દોરડીઓનો સદકો કરી આપો અને કુરબાનીની કોઈ વસ્તુ ગોશ્ત કાપનારને મજદૂરી પેટે ન આપો.
અને જો ચામડું પૈસાના બદલામાં વેચી આપ્યું તો ગમે તે નિય્યતથી વેચ્યું હોય, હવે પૈસાનો તો સદકો કરી દેવો જરૂરી અને વાજિબ છે. વાજિબ સદકાના હકદાર ફકત તે ગરીબો જ છે જે ઝકાત અને સદકએ ફિત્રના હકદાર છે, મસ્જિદ, મદ્રસાના બાંધકામ કે પગારોમાં કે બીજી કોઈ એવી સંસ્થામાં જયાં ગરીબોને આપવામાં ન આવે, ચામડાંની કિંમત આપવી જાઈઝ નથી. (શામી–પ/ર૦૯, આલમગીરી–પ/૩૦૧, ખુલાસતુલ ફતાવા–૪/૩રર, બદાઈઅ –પ/૮૧)
Log in or Register to save this content for later.