[૩૮૩] ઓછી મજૂરી સાથે ચામડું લિલ્લાહ આપવાની શર્ત ઠરાવવી

Chapter : કુરબાની

(Page : 441-442)

સવાલ :– અમારા ગામમાં કુરબાનીના જાનવર કાપનારને ગયા વર્ષે મોટા જાનવર દીઠ ૪૦ રૂપિયા મજુરી પેટે આપવામાં આવ્યા હતા, ચાલુ વર્ષે એમની રજુઆત એવી છે કે બધાં જ જાનવરોના ચામડાં અમને લિલ્લાહ આપી દો અને મજુરી પેટે જાનવર દીઠ ૪૦ રૂપિયાના બદલે ૧૦ રૂપિયા આપજો. શું આ રીતે ઓછી મજૂરી આપી તેના બદલે ચામડાં લિલ્લાહ આપવા જાઈઝ છે કે નહિ ?

જવાબઃ– સવાલમાં લખેલી સૂરત મુજબ જાનવરો કાપનારને કુરબાનીના ચામડાં આપવા જાઈઝ નથી, કારણ કે ચામડું આપવાની શર્તે જાનવર કાપવાની મજૂરી ઓછી કરવી અને ચામડું ફરજિયાત કાપનારને જ આપવું એ પ્રમાણે શર્ત ઠરાવવાથી ચામડું જાનવર કાપવાની મજૂરી પેટે જ આપેલું ગણાશે, ચાહે તેને લિલ્લાહનું નામ આપવામાં આવે અને કુરબાનીની કોઈ વસ્તુ મજૂરી પેટે આપવી જાઈઝ નથી.        (શામી ભા.પ)

Log in or Register to save this content for later.