Chapter : કુરબાની
(Page : 441)
સવાલ :– સદકહ માટે શું જાનવર ઝબહ કરવું જરૂરી છે કે પછી કસાઈ પાસેથી કાચો ગોશ્ત ખરીદીને ગરીબોને વહેંચવામાં આવે તો પણ સદકહ અદા થઈ જશે, અને જેટલા રૂપિયાનું જાનવર ખરીદવાનો ઈરાદો હોય તેટલા રૂપિયાનો કાચો ગોશ્ત અથવા રોકડા રૂપિયા જ વહેંચવામાં આવે તો ચાલે કે નહિ ?
જવાબ :– કુરબાની, અકીકહ અને હજના દમ સિવાય જાનવર ઝબહ કરવું ઈબાદત નથી. માટે ગોશ્તના સદકહ માટે જાનવર ઝબહ કરવું જરૂરી નથી. એટલી રકમનો કાચો હલાલ ગોશ્ત ખરીદીને ગરીબોને સદકહ કરવામાં આવશે અથવા એટલી રોકડ રકમનો સદકહ કરવામાં આવશે તો પણ સદકહ અદા થઈ જશે. (ઈમ. ફતાવા–ર/પ૭૯)
Log in or Register to save this content for later.