Chapter : કુરબાની
(Page : 443)
સવાલઃ– એક માણસ પર કુરબાની વાજિબ છે તે એવી જગ્યાએ રહે છે જયાં આખુ જાનવર વેચાતુ મળતુ નથી, પરંતુ શરીઅતના તરીકા મુજબ ઝબહ કરેલ જાનવરનું ગોશ્ત મળી શકે છે. તો આખા જાનવરને બદલે ગોશ્ત ખરીદી વહેંચી આપે તો કુરબાની સહીહ થઈ જશે કે નહિ?
જવાબઃ– કુરબાની કરવાનો અર્થ આ છે કે કોઈ કુરબાની લાયક જાનવર કુરબાનીના દિવસોમાં કુરબાનીની નિય્યતથી ઝબહ કરવું કે કરાવવું, માટે કોઈ વ્યકિત કુરબાનીના દિવસોમાં આ પ્રમાણે ગોશ્ત ખરીદ કરી સદકો કરી આપે તો કુરબાની અદા થશે નહિ, ચાહે તે જાનવર શરીઅતના તરીકા મુજબ એટલે બિસ્મિલ્લાહિ અલ્લાહુ અકબર પઢી કોઈ મુસલમાને ઝબહ કર્યુ હોય તો પણ ફકત ગોશ્ત ખરીદી વહેંચી આપવાથી કુરબાની દુરસ્ત નહિ થાય. (દુ.મુખ્તાર શામી ૧૯૮ ભાઃપ)
Log in or Register to save this content for later.