[૩૭૯] ચામડાંની વ્યવસ્થાપક કમિટી વ્યવસ્થા ખર્ચ કેવી રીતે કરે ?

Chapter : કુરબાની

(Page : 438)

સવાલઃ – જો મજકૂર વ્યવસ્થા ખર્ચ ચામડાંની કિંમતમાંથી આપવો જાઈઝ ન હોય તો વ્યવસ્થા ખર્ચનો બંદોબસ્ત કેવી રીતે કરવો ? ખાડો ખોદવાનો અંદાજી ખર્ચ કુરબાનીના માલિક પાસેથી વસૂલ કરવામાં આવે તો મજકૂર કામોની વ્યવસ્થા પૂરી થઈ ગયા પછી માલિકો પાસેથી લીધેલી અંદાજી રકમના વધતી ઓછી થવાનો સંભવ રહે છે તો આ સૂરતમાં વધતી ઓછી રકમ સંસ્થા કઈ રીતે વાપરી શકે ?

જવાબઃ– મજકૂર વ્યવસ્થાને લગતા જેટલા કામો છે, ચામડાં ભેગા કરવા તેની સફાઈ કરવી ચામડાંની હરાજી બોલવી, હોજરીઓ અને બીજી ફાઝલ વસ્તુઓ દફન કરવા માટે ખાડો ખોદવો, મજકૂર વસ્તુઓ ઉઠાવી જઈને તેમાં નાખવી આ બધા કામોનું મહેનતાણું અને ખર્ચ ચુકવાઈ ગયા પછી દરેક કુરબાની કરનાર પાસેથી તે ખર્ચમાંથી દરેકના ભાગે આવતી રકમ વસૂલ કરી શકાય છે. અને આ સૂરતમાં અંદાજી રકમ લેવાની જરૂરત નહિ પડે અને આ પ્રમાણે ખર્ચ વસૂલ કરવાનું પહેલેથી એલાન કરી આપવામાં આવે અને ખર્ચ માટે લેવામાં આવતી અંદાજી રકમ માંથી વધેલી રકમ સદકહ પેટે ગરીબોને આપવાની સંમતિ સાથે કુરબાનીના માલિક પાસેથી એડવાન્સ અંદાજી રકમ લેવી પણ જાઈઝ છે. અને વધેલી રકમના સદકહની સંમતિ ન લેવામાં આવી હોય તો વધારાની રકમ માલિકને પરત કરવી અથવા તેનો સદકહ કરવા માટે પાછળથી સંમતિ લેવી જરૂરી છે અને મજકૂર ખર્ચ માટે કમિટી લિલ્લાહ રકમનો ચંદો કરી તેમાંથી મજકૂર વ્યવસ્થા ખર્ચ કરે એ પણ જાઈઝ છે.

Log in or Register to save this content for later.