Chapter : કુરબાની
(Page : 435-436)
સવાલ :– એક માણસ જે અત્યારે કોલેજ કરે છે, તેનો મારી ઉપર એ પ્રમાણેનો કાગળ આવ્યો કે મારે થોડી રકમની જરૂરત છે, હવે મારી પાસે ઝકાતની અમૂક રકમ પડી છે અને બીજી થોડી રકમ એ રીતે મોકલવા ચાહું છું કે મેં મારી પોતાની કુરબાની રાખેલી છે અને કુરબાનીના દિવસો હજુ આવ્યા નથી, તો હું ચાહું છું કે મારી કુરબાનીના ચામડાંની કિંમતના સદકહ પેટે હું તેને રકમ મોકલી આપું અને જયારે મારી કુરબાની કરું ત્યારે કુરબાનીના ચામડાંની જે કિંમત આવે તે હું પોતે લઈને ઉપયોગ કરું અને મજકૂર માણસ ઝકાતનો હકદાર માણસ છે, તો આ પ્રમાણે કુરબાની કરતાં પહેલાં કુરબાનીના ચામડાંની કિંમતનો સદકહ કરી આપવામાં આવે તો અદા થશે કે નહિ? અને તે એડવાન્સ સદકહની રકમના બદલામાં કુરબાની થયા પછી ચામડું વેચીને તેની કિંમત કુરબાનીનો માલિક પોતે લઈ શકે કે નહિ? જવાબ :– કુરબાનીનો વખત શરૂ થતાં પહેલાં કુરબાની વાજિબ થતી નથી અને કુરબાનીનો વખત શરૂ થયા પછી કુરબાનીનું જાનવર ઝબહ થતાં પહેલાં અને કુરબાનીનું ચામડું વેચતા પહેલાં ચામડાંની રોકડ કિંમતનો સદકહ વાજિબ થતો નથી અને ચામડાંની કિંમતનો સદકહ વાજિબ થતાં પહેલાં ચામડાંની કિંમતના સદકહની નિય્યતથી પોતાની પાસેથી રકમનો સદકહ કરવાથી ચામડાંની કિંમતનો સદકહ અદા નહિ થાય, બલ્કે તે નફલ સદકહ ગણાશે અને કુરબાનીનું જાનવર ઝબહ કર્યા પછી અને તેનું ચામડું વેચ્યા પછી તેની કિંમતનો સદકહ કરવો પડશે અને ચામડાંની કિંમતના સદકહની નિય્યતથી ચામડું વેચતા પહેલાં આપેલી રકમના બદલામાં, ચામડાંની આવેલી કિંમત પોતાની પાસે નહિ રાખી શકાય.
અલબત્ત, હાલ તે ગરીબ માણસને ઝકાતની રકમ સિવાયની રકમ કર્ઝ પેટે આપવામાં આવે અને કુરબાનીનું ચામડું વેચ્યા પછી તેની કિંમત તે ગરીબને સદકહ પેટે આપી દેવામાં આવે અને પોતાના કર્ઝ પેટે તેની પાસેથી પરત વસૂલ કરવામાં આવે તો આ સૂરત જાઈઝ છે. (શામી ભા.ર/પ)
Log in or Register to save this content for later.