[૩૭૬] કુરબાનીના ચામડાં કબ્રસ્તાન માટે આપવા

Chapter : કુરબાની

(Page : 434-435)

સવાલ :– કબ્રસ્તાનના કામકાજ માટે એક કમિટી છે, જે કબ્રસ્તાનને લગતા કામો કરે છે. મજકૂર કબ્રસ્તાન કમિટી લોકો પાસે ચંદો કરી કુરબાનીના ચામડાં ભેગા કરે છે અને તેઓની નિય્યત ચામડાં વેચી  તેની કિંમત કબ્રસ્તાનને લગતા કામોમાં વાપરવાની હોય છે, અને લોકો પણ કમિટીને આવી જ નિય્યતથી ચામડાં આપે છે કે ચામડાં વેચ્યા પછી તેની કિંમત કબ્રસ્તાનમાં વાપરવામાં આવે અને બીજી કોઈ જગ્યાએ ન વાપરવામાં આવે, તો આ રીતે હીલા વગર કમિટીએ ચામડાં લેવા અને લોકોએ કબ્રસ્તાનના કામોમાં વાપરવા માટે કુરબાનીના ચામડાં આપવા એ જાઈઝ છે કે નહિ ?

જવાબ :– કુરબાનીના ચામડાંની રકમ કબ્રસ્તાનના કોઈ કામમાં લેવી જાઈઝ નથી અને મજકૂર રકમ ગરીબ કે માલદાર કોઈ પણ મય્યિતના કફન–દફનના કામમાં લેવી પણ જાઈઝ નથી તેમજ કબ્રસ્તાનના કોઈ કામ માટે કુરબાની કરનારે પોતાનું ચામડું કબ્રસ્તાન કમિટીને આપવું પણ જાઈઝ નથી.

                કુરબાનીના ચામડાંની કિંમતના હકદાર માત્ર એવા ગરીબ મુસ્લિમો જ છે જે ઝકાતના હકદાર હોય, જો મજકૂર ચામડાંની કિંમતથી કોઈ ગરીબ મય્યિતને કફન આપવું હોય તો મજકૂર રકમ ગરીબ મય્યિતના કોઈ ગરીબ રિશ્તેદારને માલિકી ધોરણે આપી દેવામાં આવે અને તે ગરીબ રિશ્તેદાર પોતાના કફન દફનમાં ઉપયોગ કરે તો આ સૂરત જાઈઝ છે.          (જ.ફિકહ ભા.૧/શામી ભા.પ)

Log in or Register to save this content for later.