[૩૭૪] ચર્મથી કોઈ વસ્તુ ખરીદવી

Chapter : કુરબાની

(Page : 433-434)

સવાલઃ – પોતાની કુરબાનીના ચામડાંના બદલામાં કોઈ એવી વસ્તુ ખરીદવી જે આવકનું સાધન ન બને અને તેને પોતાના ઉપયોગમાં લેવી જાઈઝ છે કે નહિ ? દા.ત. અગર કોઈ માણસ પોતાની કુરબાનીના ચામડાંના બદલામાં કોઈ બીજા માણસ પાસેથી ટેબલ, કુરસી ખરીદ કરે તો પોતે તે ટેબલ–કુરસી વાપરી શકે કે નહિ ? એવી જ રીતે જો કોઈ માણસ કુરબાનીના ચામડાંના બદલામાં બકરી ખરીદે તો જાઈઝ છે કે નહિ ?કારણ કે બકરી આવકનું સાધન બની શકે છે.

જવાબ :–પોતાની કુરબાનીના ચામડાંના બદલામાં કોઈ એવી વસ્તુ ખરીદવી કે જેને બાકી રાખીને તેને પોતાના કોઈ ઉપયોગમાં લઈ શકાય એ જાઈઝ છે, માટે પોતાની કુરબાનીના ચામડાંના બદલામાં ટેબલ – કુરસી ખરીદવી અને તેનો પોતે ઉપયોગ કરવો જાઈઝ છે, પરંતુ પોતાની કુરબાનીના ચામડાંના બદલામાં પોતે લાભ લેવાના હેતુથી બકરી ન ખરીદવી જોઈએ, કારણ કે બકરી ટેબલ – કુરસી જેવી વસ્તુ નથી કે તેની જાતને અથવા તેનાથી ઉત્પન્‍ન થતી વસ્તુને બાકી રાખીને તેને વેચ્યા વગર અથવા તેને ખતમ કર્યા વગર પોતાના કોઈ  ઉપયોગમાં લઈ શકાય. માટે જો આ નિય્યતથી ચર્મના બદલામાં બકરી ખરીદશે તો કરાહત સાથે સોદો જાઈઝ તો ગણાશે, પરંતુ તે બકરીનો કોઈ ગરીબ મુસ્લિમને સદકો કરી દેવો વાજિબ થશે. અલબત્ત કોઈ ગરીબને સદકો આપવાના હેતુથી ચર્મના બદલામાં બકરી ખરીદવી વિના કરાહતે જાઈઝ છે.     (શામી ભા.પ/ આલમગીરી ૩૦૧,ભા.પ)

Log in or Register to save this content for later.