Chapter : કુરબાની
(Page : 431-432)
સવાલઃ– અમારા પડોશમાં એક વિધવા ઔરત રહે છે, તેને ગરીબ તરીકે કુરબાનીનો ગોશ્ત અને સદકએ ફિત્રનું અનાજ વગેરે મળતું હોય છે, તો તે ઔરત પાસે પોતાની જરૂરતથી વધારે ગોશ્ત, અનાજ વગેરે જે કંઈ હોય તે વેચી શકે કે નહિ અને કોઈ માલદાર માણસ આવી વસ્તુઓ ખરીદી શકે કે નહિ ? તેમજ તે ગરીબ ઔરત કુરબાનીનો ગોશ્ત પકાવીને પોતાના માલદાર પાડોશીને વગર કિંમતે માત્ર હદિયા તરીકે આપી શકે કે નહિ ?
જવાબ :– વિધવા ગરીબ ઔરતને બીજાઓએ સદકહ તરીકે આપેલો કુરબાનીનો ગોશ્ત અને સદકએ ફિત્રનું અનાજ વગેરે તે બીજા માણસને વેચી શકે છે અને સાહિબે માલ (માલદાર માણસ) કિંમત આપીને તે ખરીદી પણ શકે છે. (શામી–પ/ર૦૯, આલમગીરી–પ/૩૪૩)
અને વિધવા ગરીબ ઔરત પોતાને સદકા તરીકે મળેલો કુરબાનીનો ગોશ્ત પકાવીને પોતાના માલદાર પાડોશીને વિના કિંમતે માત્ર હદિયા તરીકે આપી શકે છે. અને માલદાર પાડોશી માટે તે હદિયાનો ગોશ્ત લેવો અને ખાવો જાઈઝ છે. (આલમગીરી–પ/૩૪૦)
Log in or Register to save this content for later.