Chapter : કુરબાની
(Page : 429)
સવાલ :– અમારા ગામમાં કુરબાનીના ચામડાંઓ ઔરતો ઉતારે છે, તો ઔરતોના ચામડાંઓ ઉતારવાથી શરીઅતની રૂએ કુરબાનીમાં વાંધો આવશે ખરો ?
જવાબઃ– કુરબાનીના જાનવરનું ચામડું ઔરતો પણ ઉતારી શકે છે. અને તેમના ચામડું ઉતારવાથી કુરબાનીમાં કોઈ નુકસાન નહિ થાય. કુરબાની સંપૂર્ણ રીતે અદા થઈ જશે. અલબત્ત, જો તેમના ચામડું ઉતારવાથી ગોશ્ત અને ચામડું બગડતું હોય તો બેહતર એ છે કે ચામડું ઉતારવાનું કામ તેમને ન સોંપવામાં આવે, બલ્કે કોઈ અનુભવીને સોંપવામાં આવે. (શામી–પ/૧૮૯)
Log in or Register to save this content for later.