Chapter : કુરબાની
(Page : 428-429)
સવાલઃ– કુરબાનીનો ગોશ્ત ગેર મુસ્લિમ લોકોને આપી શકાય કે નહિ?
જવાબઃ– ઝિમ્મી ગેર મુસ્લિમને નફલ સદકો અને હદિયો આપવો જાઈઝ છે. અને હર્બી ગેરમુસ્લિમને નફલ સદકો અને હદિયો આપવામાં ફુકહાએ કિરામનો મતભેદ છે. ”સિયરે કબીર” માં ઈમામ મુહંમદ (રહ.) જાઈઝ બતાવે છે. માટે નફલ કુરબાનીનો ગોશ્ત સદકારૂપે અથવા હદિયારૂપે અહિંઆના ગેર મુસ્લિમને આપવો જાઈઝ છે. કારણ કે મજકૂર બંને પ્રકારની કુરબાનીના ગોશ્તનો સદકો કરવો મુસ્તહબ છે, વાજિબ નથી. અલબત્ત, મન્નતની કુરબાનીના ગોશ્તનો ગરીબ મુસ્લિમોને સદકો કરવો વાજિબ છે. એટલે મન્નતની કુરબાનીનો ગોશ્ત ગેર મુસ્લિમને ન આપવો જોઈએ અને નફલ તથા માલદારની વાજિબ કુરબાનીના ગોશ્તમાં પણ ફુકહાએ કિરામના મતભેદના કારણે બેહતર એ જ છે કે વધુ થી વધુ પ્રમાણમાં ગરીબ મુસ્લિમોને જ આપવામાં આવે.(શામી– ર/૬૭, પ/૪૧૯, ઈ.ફતાવા –૩/પપ૦,૬૦૦)
Log in or Register to save this content for later.