[૩૬૧] કુરબાની થતાં પહેલાં ચામડાનો સોદો

Chapter : કુરબાની

(Page : 425)

સવાલઃ– અહિયાં દર વર્ષે કુરબાનીના દિવસોમાં નાના– મોટા જાનવરોની કુરબાની થાય છે. કુરબાનીનાં ચામડા એક સંસ્થાને આપી દેવામાં આવે છે. તેઓ ઈદ પહેલાં જ એટલે કે ૬ થી ૯ ઝુલહજ સુધીમાં વેપારીઓને બોલાવીને દરેક વાતની ચોખવટ કરીને નાના–મોટા ચામડાની નંગ દીઠ કિંમત નકકી કરી સોદો કરી લે છે. અને તેઓ ઈદ પછી ચામડા લઈ જાય છે અને કિંમત આપી જાય છે. તો સંસ્થા આ પ્રમાણે ચામડાનો સોદો કરી શકે છે કે નહિ?

જવાબ :– કુરબાની થતાં પહેલાં અને ચામડું અલગ કરતા પહેલાં નંગ દીઠ ચામડાની કિંમત નકકી કરી ચામડાનો સોદો કરવો જાઈઝ નથી. જાનવરો ઝબહ થઈ ગયા પછી અને ચામડા અલગ કરી લીધા પછી જ ચામડાનો સોદો જાઈઝ છે.

(દુર્રે મુખ્તાર શામી,૪/૧૦૮, ઈમ. ફતાવા ૩/૬૧)

Log in or Register to save this content for later.