Chapter : કુરબાની
(Page : 412-413)
સવાલઃ– મેં ઘરમાં એક ગાય કુરબાની માટે લીધેલી છે. તેમાં એક હિસ્સો હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો અને બીજા છ હિસ્સા સહાબએ કિરામ (રદિ.)ના રાખ્યા છે, તો છ સહાબાના નામ લખી આપશો.
જવાબઃ– મજકૂર કુરબાની માલિક કરી રહયો છે અને તેનો સવાબ મજકૂર મર્હૂમોને પહોંચાડવાનો છે, તો બેહતર એ છે કે એક હિસ્સો હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) માટે અને બાકીના છ હિસ્સાનો સવાબ બધા સહાબા, તાબેઈન, તબ્એ તાબેઈન (રદિ.) અને ઈમામો તેમજ અવલિયાએ કિરામ (રહ.) અને બધા મુસલમાન મર્દ ઓરતોને પહોંચાડે. આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ પોતાની નફલ કુરબાની પૂરી ઉમ્મતના સવાબ માટે અદા ફરમાવી હતી, બાકી જો ખાસ ખાસ સહાબા (રદિ.)ને પહોંચાડવા ચાહો તો પણ જાઈઝ છે, અને તેમાં ફઝીલતની તરતીબથી હઝ. અબૂ બક્ર (રદિ.), હઝ. ઉમર (રદિ.), હઝ. ઉસ્માન (રદિ.), હઝ. અલી (રદિ.), ત્યાર પછી અશરએ મુબશ્શરહમાંથી કોઈ બે સહાબા જેમ કે હઝ. ફાતિમા (રદિ.) હઝ. હસન – હુસૈન (રદિ.), હઝ. તલહા (રદિ.), હઝ. ઝુબૈર બિન અવ્વામ (રદિ.) વગેરેમાંથી કોઈ પણ બે સહાબીને નક્કી કરવામાં આવે. (શામી–૧/૬૦પ, બદાઈઅ–પ/૭૦, શર્હ ફિકરે અકબર–૧૪પ)
Log in or Register to save this content for later.