[૩૪૭] બીજાની કુરબાની

Chapter : કુરબાની

(Page : 412)

સવાલ :– વિદેશથી એક માણસે કુરબાની માટે જાનવરો ખરીદવા પૈસા મોકલ્યા છે કે મારા તરફથી બે પાડા લઈ લેશો, પરંતુ પોતાના નામો બતાવ્યા નથી કે કોના કોના ભાગ રાખવાના છે, તો તે માણસ ત્યાં (વિદેશ) કુરબાનીની નિય્યત કરી લે અને અહીંયા પાડા ઝબહ કરવામાં આવે તો કુરબાની સહીહ છે કે કેમ?

જવાબ :– જે માણસે પોતાના તરફથી બે પાડા લેવાનું લખ્યું છે જો તેના તરફથી બંન્‍નવની કુરબાની કરવામાં આવશે તો દુરસ્ત થઈ જશે, હવે કુરબાની થઈ ગયા બાદ તે માણસ દરેક તે સાતમા ભાગનો સવાબ પહોંચાડી આપે કે જેઓના તરફથી સાતમા ભાગની નફલ કુરબાની કરવા ચાહતો હતો, ચાહે તે લોકો મર્હૂમ હોય કે હયાત હોય. હા, એવી વ્યકિતઓની વાજિબ કુરબાની આ સૂરતમાં અદા નહિ થાય જેમના ઉપર માલદાર હોવાના લઈ કુરબાની વાજિબ હતી. કારણ કે તેમની ઈજાઝત અને પોતે અથવા નાયબનો કબઝો કરી માલિક બનવું જરૂરી છે, અને કુરબાની કરતી વખતે જ તેમની નિય્યતથી કુરબાની કરવી જરૂરી છે, ફકત પાછળથી તેમને સવાબ પહોંચાડી દેવાથી વાજિબ કુરબાની અદા ન થાય. (ફતાવા કાઝીખાન–૩/૩પર, શામી–પ/રર૯, આલમગીરી–પ/૩૦ર)

Log in or Register to save this content for later.