[૩૪૪] કુરબાનીમાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના વાલિદૈનનો હિસ્સો

Chapter : કુરબાની

(Page : 410-411)

સવાલ :– કુરબાનીના મોટા જાનવરમાં હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના અમ્મા સાહિબહ બીબી આમિનહનો હિસ્સો રાખી શકાય ? આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના વાલિદે બુઝુર્ગવારનો હિસ્સો રાખી શકાય કે નહિ?

જવાબ :– હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના મા–બાપના ઈમાન અને કુફ્ર વિષે ઉલમાએ ઈઝામનો મતભેદ છે, અને કોઈ મૃત્યુ પામનાર કાફિર માટે મગફિરતની અને ઈસાલે સવાબની દુઆ કરવી કુર્આન મજીદ અને હદીષ શરીફના સ્પષ્ટ શબ્દોથી નાજાઈઝ હોવું સાબિત છે. ખૂદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી નકલ છે કે મેં અલ્લાહ તઆલા પાસે મારી વાલિદહ માટે મગફિરતની દુઆ કરવાની ઈજાઝત માંગી તો મને ઈજાઝત ન મળી, માટે કુરબાનીમાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના વાલિદૈનનો હિસ્સો તેઓના ઈસાલે સવાબ માટે ન રાખવો જોઈએ, અલબત્ત, મોટા જાનવરમાં એક અથવા બે ભાગ પોતાના તરફથી નફલ કુરબાનીના રાખવામાં આવે અને આ પ્રમાણે ઈસાલે સવાબ કરવામાં આવે કે યા અલ્લાહ ! હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ઉપરની વંશાવળીમાં જે પણ બાપ દાદાઓ અને માં, દાદીઓ, નાનીઓ ઈસાલે સવાબના લાયક અને હકદાર હોય તેમને આ કુરબાનીના નફલ ભાગનો સવાબ પહોંચાડો.  (શામી–ર/૩૮પ, શર્હે ફિકહે અકબર–૧ર૮)

Log in or Register to save this content for later.