Chapter : કુરબાની
(Page : 405-406)
સવાલ :– એક ભાઈએ બહાર દેશથી બીજા ભાઈને લખ્યું કે મારા તરફથી એક બકરાની કુરબાની કરી આપશો, આ કુરબાની વાજિબ છે. હવે અહિંઆથી જેના ઉપર બકરાની કુરબાની કરવા લખ્યું હતું તેણે બકરાની કુરબાનીના બદલે મોટા જાનવરમાં એક સાતમો ભાગ ખરીદી લીધો તો આ સૂરતમાં કાગળ લખનાર ભાઈની કુરબાની અદા થઈ કે નહિ ? અગર અદા નથી થઈ તો હવે શું કરવું?
જવાબ :– મજકૂર બીજો માણસ જેને કાગળ લખનાર ભાઈએ બકરાની કુરબાનીનો વકીલ બનાવ્યો હતો, તે ભાઈએ લખવા મુજબ બકરો ખરીદી કુરબાની કરવી જરૂરી હતી. જયારે તેણે કાગળ લખી કુરબાની કરાવનાર માણસની રજા વગર અને તેના લખવા વિરૂધ્ધ બકરાના બદલે મોટા જાનવરનો સાતમો ભાગ ખરીદી કુરબાની કરી તો કાગળ લખી કુરબાની કરાવનારની કુરબાની અદા નહિ થાય અને સાતમો ભાગ તેના તરફથી ખરીદેલો નહિ ગણાય. માટે તેણે સાતમાં ભાગની કિંમત પોતાના વકીલને આપવી પણ જરૂરી નથી. અલબત્ત, કાગળ લખનાર ભાઈએ હવે પોતાની વાજિબ કુરબાનીની કઝા માટે કુરબાનીમાં ચાલી શકે તેવો મધ્યમ કક્ષાનો એક બકરો ખરીદીને તેને ઝબહ કર્યા વગર જીવંત હાલતમાં જ બકરાનો અથવા એવા બકરાની કિંમતનો કોઈ ગરીબને સદકો કરવો વાજિબ છે. શામી–પ/ર૦૪,ર૧૩)
Log in or Register to save this content for later.