Chapter : કુરબાની
(Page : 404-405)
સવાલ :– એક સંયુકત કુટુંબના સભ્યોએ પોતાની વાજિબ કુરબાની માટે એક મોટું જાનવર ખરીદ કર્યું, હવે તેમાં બે ભાઈ તેઓની પત્નીઓ, વાલિદહ અને હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)માંથી દરેક માટે એક એક ભાગ એમ કુલ છ ભાગ નકકી કરવામાં આવ્યા અને વધારાના એક સાતમાં ભાગમાં દરેક પોતપોતાના મર્હૂમો તથા પૂરી ઉમ્મતને સવાબ પહોંચાડવા ચાહે છે, તો શું આ પ્રમાણે સવાબ પહોંચાડી શકે છે.
જવાબ :– વધારાનો એક સાતમો ભાગ બે ભાઈઓ એમની ઔરતો અને એમની વાલિદહ એમ કુલ પાંચ વ્યકિતઓ વચ્ચે સંયુકત ગણાશે, માટે તેઓમાંથી દરેકના ભાગે સાતમો ભાગ અને વધારાના એક સાતમા ભાગમાંથી પાંચમો ભાગ આવશે જે બન્નવ મળી દરેક વાજિબ કુરબાની તરીકે અદા થશે અને એહતિયાતની રૂએ વાજિબ કુરબાની દ્રારા બીજાઓને ઈસાલે સવાબ ન કરવો જોઈએ, કારણ કે પોતાની ફર્ઝ અને વાજિબ ઈબાદતથી ઈસાલે સવાબ જાઈઝ હોવામાં ઉલમાએ કિરામનો મતભેદ છે. (શામી–૧/૬૦પ, પ/ર૦૧)
અને બધા ભાગીદારો મળી એક સાતમો ભાગ પોતાના તરફથી નફલ ઈસાલે સવાબના હેતુથી રાખે છે, અથવા બધા મળી એક સાતમો ભાગ અનેક મર્હૂમો તરફથી નફલ કુરબાની માટે રાખે એ પણ દુરસ્ત નથી. (શામી – પ/ર૦૭)
Log in or Register to save this content for later.