Chapter : કુરબાની
(Page : 404)
સવાલ :– એક માણસે આજથી છ માસ પહેલાં કુરબાની માટે બકરો લીધો હતો અને તે માણસ ઉપર કુરબાની વાજિબ છે અને તે ખરીદેલો બકરો મરી ગયો તો હવે તે માણસને કુરબાની માટે બીજો બકરો લાવવો પડશે અને બકરાના બદલે મોટા જાનવરનો હિસ્સો રાખશે તો પણ ચાલશે?
જવાબ :– મજકૂર માણસે પોતાની વાજિબ કુરબાની માટે બીજો બકરો ખરીદવો જરૂરી નથી, બલ્કે મોટા જાનવરમાં સાતમો ભાગ રાખી કુરબાની કરશે તો પણ જાઈઝ છે. (દુ.મુખ્તાર શામી – પ/ર૦૦)
Log in or Register to save this content for later.