Chapter : કુરબાની
(Page : 403-404)
સવાલ :– અમૂક માણસોએ કુરબાનીનું મોટુ જાનવર ભાગમાં કુરબાની કરવા માટે ખરીદ કર્યુંં. તેમાં સાત ભાગ પૈકી એક ભાગની નિય્યત હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તરફથી કુરબાની માટે કરી. હવે એ ભાગ બીજાને આપવાનું નકકી કર્યું અને હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને બદલે તે ભાઈ પાસેથી તે ભાગના પૈસા લઈ તેના તરફથી કુરબાની કરવા માંગે છે તો આ રીતે ભાગ તબદીલ કરી શકાય? જાઈઝ શું છે અને અફઝલ શું છે?
જવાબ :– જે એક ભાગ હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તરફથી કુરબાની માટે નકકી કરવામાં આવ્યો છે તે નફલ કુરબાનીનો ભાગ છે અને કુરબાની થતાં સુધી તે નફલ કુરબાની કરનારની માલિકી છે, માટે તે ભાગ બીજાને વેચવો જાઈઝ તો છે, પરંતુ અફઝલ એ છે કે નફલ કુરબાની માટે નકકી કર્યા પછી વેચવામાં ન આવે, કારણ કે કુરબાની માટે નકકી કરેલ માલ પરત લેવાની અને વાયદા ખિલાફીની સૂરત છે.
વલ્ અહ્સનુ અંય્યફઅલ ઝાલિક કબ્લશ્શિરાઈ લિયકૂન અબ્અદ અનિલ્ ખિલાફિ વ અન્ સૂરતિર્રરુજૂઈ ફિલ કુરબતિ. (શામી –પ/ર૦૧)
Log in or Register to save this content for later.