Chapter : કુરબાની
(Page : 402)
સવાલ :– અમો કુરબાની માટેની રકમ અમારા સગાઓ ઉપર મોકલીએ છીએ, અમો ચાર ભાઈઓ, માતા, એક બહેન, અમારી ઔરતો અને ઔલાદ છે, અમોને ખબર છે કે મોટા જાનવરમાં સાત ભાગો હોય છે, તો અમો ચાર ભાઈઓમાંથી દરેક પોતાના મોટા જાનવરમાં હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો ભાગ રાખે કે ચાર ભાઈઓ તરફથી એક જ ભાગ રાખીએ તો પણ ચાલે? એ જ મુજબ અમારા મર્હૂમો ઘણા છે તેમના માટે પણ દરેક ભાઈ પોતાનો અલગ ભાગ રાખે અથવા બધા ભાઈઓ મળી મર્હૂમોના તરફથી એક ભાગ રાખે તો પણ દુરસ્ત ગણાશે?
જવાબ :– હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તરફથી ચારે ભાઈઓમાંથી દરેક અલગ ભાગ પણ રાખી શકે છે અને બધા ભાઈઓ મળી હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તરફથી એક ભાગ રાખે તો પણ જાઈઝ છે, બાકી પહેલી સૂરત અફઝલ છે અને તેમાં સવાબ વધુ છે.
પોતાના અનેક મર્હૂમ સગાઓ તરફથી તેઓના ઈસાલે સવાબ માટે દરેક ભાઈ કુરબાનીના મોટા જાનવરમાં અલગ અલગ એક ભાગ રાખે તો એ જાઈઝ છે અને બધા ભાઈઓ મળી કોઈ એક મર્હૂમ સગા તરફથી એક ભાગ રાખે એ પણ જાઈઝ છે, પરંતુ બધા ભાઈઓ મળી અનેક મર્હૂમ સગાઓ તરફથી એક ભાગ રાખે એ જાઈઝ અને દુરસ્ત નથી. (શામી–પ/ર૦૭, ઈ.ફતાવા –૩/પ૭૩)
Log in or Register to save this content for later.