Chapter : કુરબાની
(Page : 400-401)
સવાલ :– કુરબાનીના મોટા જાનવરમાં સદકહનો ભાગ રાખી શકાય કે નહિ?
જવાબ :– કુરબાનીના મોટા જાનવરમાં એક ભાગનો ગોશ્ત ગરીબોને સદકો કરવા માટે ફકત ગોશ્ત મેળવવાની નિય્યતથી સદકહનો ભાગ રાખવો દુરસ્ત નથી. જો એ પ્રમાણે ભાગ રાખવામાં આવશે તો કોઈ પણ ભાગની કુરબાની દુરસ્ત ગણાશે નહિ. કારણ કે કુરબાનીના મોટા જાનવરમાં ભાગ રાખવા માટે જે પ્રકારની વસ્તુઓ ફિકહની કિતાબોમાં દર્શાવેલ છે તે વસ્તુઓનો સંબંધ જાનવર ઝબહ કરવાથી છે, જેમકે ઈદની કુરબાની, હજને લગતી કોઈ કુરબાની (દમ), અકીકો અને વલીમો, અને ફિકહની પરિભાષા મુજબ સદકહનો સંબંધ જાનવર ઝબહ કરવાથી નથી. સદકહની હકીકત ફુકહાએ કિરામ (રહ.)ના ફરમાવ્યા મુજબ ”કોઈ ગરીબ માણસને સવાબની નિય્યતથી માલિકી ધોરણે કોઈ માલ આપવો છે” જેમકે શર્હે હિદાયહમાં છેઃ
”વ હકીકતુસ્સદકતિ તમલીકુલ્ માલિ મિનલ્ ફકીર” (ફતહુલ કદીર – ર/ર૦૮)
કુરબાની અને સદકહમાં તફાવતને લઈને જ કુરબાનીના દિવસોમાં સદકહ કરતાં જાનવર ઝબહ કરી કુરબાની કરવાને અફઝલ બતાવવામાં આવ્યું છે. (બઝાઝિય્યહ પેઃર૮૬, આલમગીરી સાથે–પ/૩૦૬)
અલબત્ત, એ વાત સમજી લેવી જોઈએ કે નફલ કુરબાનીની નિય્યતથી મોટા જાનવરમાં ભાગ રાખવામાં આવે અને કુરબાની થઈ ગયા બાદ તે ભાગના પૂરા ગોશ્તનો ગરીબોને સદકો કરી દેવામાં આવે તો એ જાઈઝ છે, બલ્કે અફઝલ ઉપર પણ અમલ થઈ જશે અને સદકો કરવાનો મકસદ પણ પૂરો થઈ જશે. (શામી દુ.મુખ્તાર ભાગ – પ / ૧૯૯)
Log in or Register to save this content for later.