[૩પ૮] મદ્રસાવાળાઓએ દરેક ભાગ માટે નકકી રકમ વસૂલ કરવી

Chapter : કુરબાની

(Page : 420-421)

સવાલ :– દારૂલ ઉલૂમમાં કુરબાનીની રકમ આપવામાં આવે છે, જે નકકી કરેલ ફીકસ રકમ હોય છે, અસલમાં કુરબાનીના મોટા જાનવરમાં એક ભાગના રૂપિયા ૪૦૦/– ફીકસ લેવામાં આવે છે, પરંતુ કુરબાનીના જાનવરો એક સરખા હોય તે શકય નથી, જાનવરોની કિંમત હંમેશા રૂપ, ગુણ, તંદુરસ્તી તથા રૂષ્ટ–પુષ્ટના હિસાબે કુરબાનીના જાનવરોની કિંમત થતી હોય છે. જેથી કુરબાનીના જાનવરો ખરીદતી વખતે દરેક જાનવરની કિંમત અલગ અલગ જ હોય તે શકય છે, જાનવરોની કિંમત એક સરખી ન હોય કોઈ ભાગમાં એક ભાગની રકમ ઓછી થતી હોય તો કોઈ ભાગની રકમ વધારે પણ હોય શકે, જે શકય છે, પરંતુ કુરબાની કરવાવાળા પાસેથી તો દરેક ભાગના રૂપિયા ૪૦૦/– એટલે કે નકકી કરેલી ફીકસ રકમ જ લેવામાં આવે છે, તો શું દરેક જાનવર એક સરખી કિંમતના, વજનના કે રૂપ કે ગુણના મળતા હશે? કુરબાની કરવાવાળાની આ ફીકસ રકમ કુરબાની કરવા માટે લેવામાં આવતી રકમથી કુરબાની અદા થઈ જશે કે કેમ? આવી સૂરતમાં જે કિંમતમાં અફરા તફરી થાય તો આવા મસાઈલમાં વ્યાજનો સંકેત થશે કે કેમ?

જવાબ :–  મદ્રસાવાળા જે કુરબાનીવાળાના વકીલ છે તે મોટી સંખ્યામાં કુરબાનીઓ કરે છે કે તેઓ જાનવરોની મંડીમાંથી એક સાથે જાનવર દીઠ એક કિંમત નકકી કરી ઘણા જાનવરો ખરીદતા હોય તો આ સૂરતમાં દરેક જાનવર એક જ કિંમતે ખરીદાશે અને દરેક ભાગની એક સરખી કિંમત નકકી થશે અને એ પણ શકય છે કે જાનવરો જુદી જુદી કિંમતથી ખરીદાતા હોય અને આ જ સૂરતની વધારે સંભાવના છે અને આ સૂરતમાં દરેક ભાગની એક સરખી કિંમત નકકી નહિ થાય એ જાહેર બાબત છે, પરંતુ મદ્રસાવાળા પહેલેથી એવી સૂચના આપે છે કે આપની વધતી રકમ મદ્રસામાં લિલ્લાહ જમા કરીશું જે આપને મંજૂર હશે અને જો મંજૂર ન હોય તો માંગણી કરવાથી વધારાની રકમ આપને પરત કરવામાં આવશે અને એહતિયાત કરતા મદ્રસાવાળા તે રકમ પરત આપતા પણ હોય છે.

Log in or Register to save this content for later.