Chapter : કુરબાની
(Page : 419-420)
સવાલ :– અમે ચાર ભાઈઓ વેપારમાં ભાગીદાર છે. કુરબાનીના દિવસોમાં અમે ભેગા મળી ચાર નાના જાનવરો કુરબાની માટે ખરીદીએ છીએ. કયારેક પાંચ પણ ખરીદીએ છીએ, તેમાંથી ચાર અમારા માટે અને એક કોઈ મર્હૂમના ઈસાલે સવાબ માટે હોય છે. જયારે કે કેટલાક માણસો ભેગા મળી એક નાનું જાનવર ખરીદે તો તેમની કુરબાની સહીહ થતી નથી. તો શું અમારું મર્હૂમો માટે એક કુરબાની કરવી સહીહ ગણાશે કે નહિ ? અને ચાર ભાઈ બરાબરના ભાગીદાર નથી. ઓછા વધતા ભાગીદાર છે. તો શું આવા ભાગીદારો મજકૂર શકલમાં કુરબાની કરી શકે છે ?
જવાબ :– કેટલાક માણસો બરાબર ભાગીદારીની સૂરતમાં અથવા ઓછી વધતી ભાગીદારીની સૂરતમાં એક નાનું જાનવર ખરીદીને મર્હૂમો તરફથી કુરબાની કરે તો જાઈઝ છે. (શામી /પ)
ખાસ નોંધ :– અનેક માણસો મળીને કોઈ નાના જાનવરની અથવા મોટા જાનવરના સાતમા ભાગની કુરબાની કોઈ એક હયાત અથવા મરહૂમ તરફથી કરે તો ઝુબ્દતુલ ફતાવાના આગળના જવાબોમાં તેને જાઈઝ અને દુરસ્ત લખવામાં આવ્યું છે અને અમુક મુફતિયાને કિરામનું એ જ મંતવ્ય છે, પરંતુ અમુક મુફતિયાને કિરામ તેને નાજાઈઝ ફરમાવે છે, જેમ કે હઝરત મવ. મુફતી મુહ. શફીઅ સાહેબ (રહ.)એ પણ નાજાઈઝ લખ્યું છે. અને દલીલની દ્રષ્ટિએ એ જ મંતવ્ય અમલમાન્ય અને રાજિહ છે, માટે અહકર પણ હવે તેના નાજાઈઝ હોવાનો ફતવો આપે છે, જેની ખાસ નોંધ લેવી.
Log in or Register to save this content for later.