Chapter : કુરબાની
(Page : 415-416)
સવાલઃ– મેં એક બકરાની કુરબાની રાખેલ છે અને તે હું રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના નામની આપવા માંગું છું, તો શું એમના નામની આપવા માંગુ તો ચાલે કે પછી મારા નામની આપવી પડે?
જવાબઃ– જો તમારા ઉપર કુરબાની વાજિબ હોય તો તો તમારે પોતાના તરફથી વાજિબ કુરબાનીની નિય્યત કરવી જોઈએ અને જો તમારા ઉપર કુરબાની વાજિબ ન હોય અથવા વાજિબ તો હોય, પરંતુ મઝકૂર બકરા સિવાય પોતાની વાજિબ કુરબાની માટે બીજું જાનવર રાખેલું હોય તો આ બન્નવ સૂરતોમાં તમો મઝકૂર બકરામાં પોતાના તરફથી કુરબાનીની નિય્યત કરી શકો છો અને હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તરફથી પણ કુરબાનીની નિય્યત કરી શકો છો, અને બન્નવમાં બેહતર આ છે કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તરફથી કુરબાનીની નિય્યત કરવામાં આવે.
Log in or Register to save this content for later.