Chapter : કુરબાની
(Page : 417-418)
સવાલઃ– અકીકાનાં જાનવરમાં કેટલા ભાગ રાખી શકાય? અકીકામાં નબી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો ભાગ રાખવો જરૂરી છે? એક ભાઈ બીજા ભાઈના છોકરાઓનો અકીકહ પોતાના ખર્ચે કરી શકે? મારા મોટાભાઈ એમના છોકરાના અકીકહ માટે એક ગાય લાવ્યા છે, તેઓ તેમના છોકરાના અકીકહ સાથે તે ગાયમાં મારી એક છોકરીના અકીકહનો ભાગ રાખવા માંગે છે, મેં તેમને મારી છોકરીના ભાગના ગાયની કિંમતના ભાગે આવતા પૈસા આપવાનું કહયું તો તેઓ પૈસા લેવાનું ના કહે છે અને પૈસા વગર મારી છોકરીનો ભાગ રાખવાનું કહે છે, તો મારી છોકરીનો અકીકહ થશે ? મારે કિંમત આપવી જરૂરી છે ? અલગ જાનવર લાવવું જરૂરી છે ?
જવાબઃ– અકીકહના મોટા જાનવરમાં અકીકાના સાત ભાગ રાખી શકાય છે, બકરા ઈદના દિવસોમાં અકીકો કરવામાં આવે તો હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની કુરબાનીનો ભાગ તેમાં રાખી શકાય છે, પરંતુ રાખવો જરૂરી નથી અને કુરબાનીના દિવસો સિવાય અકીકો કરવામાં આવે તો હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની કુરબાનીનો ભાગ રાખવો દુરસ્ત નથી, અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તરફથી અકીકહનો ભાગ રાખવો કોઈ કિતાબથી સાબિત નથી, તમારા ભાઈ તમારી છોકરીનો અકીકો પોતાની તરફથી કરી શકે છે અને તેઓ પોતાના તરફથી કરવા રાજી હોય તો તમારે કિંમત આપવી કે અલગથી જાનવર લાવવું જરૂરી નથી.
Log in or Register to save this content for later.