Chapter : નિકાહ
(Page : 450-451)
સવાલ :– હાલ મારો બાબો બે વર્ષ ઉપરનો એટલે અઢી વર્ષનો થવા આવેલ છે, તે હજુ સુધી પોતાની માતાનું દૂધ પીવાનું છોડતો નથી, રડે અને જીદ કરે છે અને માંને રહમ આવે છે એટલે તે દૂધ પીવડાવે છે તો શરઈ દષ્ટિએ આ રીતે બે વર્ષથી વધારે દૂધ પીવડાવવું કેવું છે?
જવાબ :– માં વધુથી વધુ બે વર્ષની ઉમર થતાં સુધી બાળકને પોતાનું દૂધ પીવડાવી શકે છે, તેથી વધુ મુદ્દત દૂધ પીવડાવવું જાઈઝ નથી. કારણ કે એક ઈનસાનના શરીરના કોઈ ભાગથી બીજા મનુષ્યએ કોઈ લાભ ઉઠાવવો (સખત મજબૂરી વિના) નાજાઇઝ અને હરામ છે, સિવાય કે જે સૂરતોમાં અને જેટલાં પ્રમાણમાં લાભ ઉઠાવવાને જાઈઝ ઠરાવવામાં આવ્યું છે, જો બે વર્ષ પૂરાં થઈ જવા છતાં બાળક માતાના દૂધ સિવાય બીજો ખોરાક ખાતાં ન શીખ્યું હોય તો વધુ થી વધુ બીજા છ મહીનાઓ સુઘી, બીજા ખોરાકની ટેવ પડતાં સુધી માતાનું દૂધ પીવડાવી શકાય છે અને માતાનું દૂધ પીવાની મુદ્દત પૂરી થઈ ગયા પછી ગમે તે જાઈઝ ઉપાય કરી દૂધ છોડાવી દેવું જરૂરી છે. (શામી–ર/૪૦૩/૪૦૪)
Log in or Register to save this content for later.