Chapter : નિકાહ
(Page : 422-423)
સવાલ :– અમારે ત્યાં જે મૌલાના મુર્શીદીન છે એમનં એવું કહેવું છે કે લગ્ન પ્રસંગે જે દાવત આપીને જે ખુશીનું ખાવું ખવડાવવામાં આવે છે એ ખાવાનું ફકત છોકરાવાળા જ વલીમા રૂપે ખવડાવે, છોકરીવાળા આ ખાવાનું ખવડાવી શકે નહીં.
શું છોકરીવાળા પોતાની છોકરીના લગ્ન પ્રસંગે ખાવાનું ખવડાવે તો ગુનો બને છે? શું શરીઅતમાં આની પાબંદી આવી છે? જો આવી હોય તો કોઈ હદીસથી સાબિત છે ?
શું લગ્ન પ્રસંગે માલદાર લોકો કે જે ખર્ચ કરી શકે તેવા લોકો પોતાની છોકરીના લગ્ન પ્રસંગે દાવત આપી ખાવાનું ખવડાવી અલ્લાહનો શુક્રિયહ અદા કરી શકે?
છોકરીવાળા લગ્ન પ્રસંગે ખાવાનું બનાવી શકે કે નહિ ?
જવાબઃ– છોકરીના નિકાહ પ્રસંગે ખુશીના ટાણે છોકરીવાળા પણ દઅવત આપી ખાવુ ખવડાવી શકે છે, હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ હઝરત ફાતિમા (રદિ.)ના નિકાહ વખતે બકરી ઝબહ ફરમાવી ખાવું પકાવી મુહાજિરીન અને અન્સાર સહાબએ કિરામ (રદિ.)ની દઅવત ફરમાવી હતી. (મુસ. અ.રઝઝાક ભા.પ / ૪૮૭)
અલબત્ત બેપરદગી સાથે ખાવું ખવડાવવું, ખાવું ખવડાવી લોકો પાસેથી વહેવારની રકમ લેવી, છોકરાવાળાઓના દબાણ અને કહેવાથી ખાવું ખવડાવવું આ બધી રસમો જાઈઝ નથી.
Log in or Register to save this content for later.