[૩૬૧] છોકરીના નિકાહની દાવતમાં અકીકાના ગોશ્તનો ઉપયોગ કરવો

Chapter : નિકાહ

(Page : 414-415)

સવાલઃ– મારે મારી બે છોકરીઓના અકીકા કરવા છે, મારી મોટી છોકરીની ટુંક સમયમાં શાદી છે, તો મારે મારી છોકરીની શાદીમાં અકીકો કરવો છે અને બધાને શાદીમાં મહેમાની કરવી છે, તો શાદીમાં અકીકો કરી શકાય કે નહિ ?

જવાબઃ છોકરીની શાદી પ્રસંગે મહેમાનીની દઅવતમાં છોકરીઓના અકીકહના જાનવરો ઝબહ કરી તેનો ગોશ્ત ઉપયોગ કરી શકાય છે, પરંતુ આ દઅવત બદલ દઅવત ખાનાર તરફથી શાદી વહેવાર તરીકે કોઈ રકમ ભેટ આપવાનો રિવાજ હોય તો તે રકમ ન સ્વીકારવી જોઈએ, કારણ કે કુરબાનીના ગોશ્તની જેમ અકીકહના ગોશ્તનું વળતર લેવું જોઈઝ નથી.  (શામી –૧/પ)

Log in or Register to save this content for later.