Chapter : નિકાહ
(Page : 399)
સવાલઃ– (૧) સ્ત્રી–પુરુષે એકદમ નગ્ન અવસ્થામાં જાતિય સુખ માણી પછી વસ્ત્ર પહેરી લેવામાં કંઈ તકલીફ ખરી, બંને એકાંતમાં નગ્ન સુઈ શકે ?
જવાબ :– (૧) મર્દ માટે એકાંતમાં પણ નાફથી લઈ ગુંઠણ સુધીનું સતર ઢાંકવું વાજિબ છે અને ઓરત માટે પણ એકાંતમાં પોતાના શરીરના તે બધા ભાગો ઢાંકવા જેનું મહરમ રિશ્તેદારો માટે જોવું જાઈઝ નથી, જેમકે પેટ, પીઠ વિગેરે વાજિબ છે, અલબત્ત, પતિ માટે પત્નીનું બધુ બદન જોવું અને એક બીજા માટે તેને સ્પર્સવું જાઈઝ છે, પરંતુ જાતિય સંબંધ માટે અથવા એક બીજાના શરીરને સીધા સ્પર્સ માટે બિલકુલ નગ્ન થઈ જવાની મનાઈ આવેલી છે, અલબત્ત, મજકૂર હેતુ માટે બન્નેી પક્ષ પહેરેલા કપડાં ઉતારી લાંબી પહોળી ચાદર ઓઢી લે એ જાઈઝ છે. (શામી : ર૭૦ ભા. ૧ / ર૩૪ ભા.પ)
Log in or Register to save this content for later.