[૩૪૭] પત્નીનું પતિની રજા વગર મા – બાપને મળવા બહાર સફર કરવો

Chapter : નિકાહ

(Page : 398-399)

સવાલઃ–(ર) ઓરત ઈંગ્લેન્ડમાં રહેતી હોય અને મા–બાપ વતન ઈન્ડીઆમાં રહેતા હોય તો તેમને મળવા ઓરત પતિના ખર્ચે ધણીની રજા વગર જઈ શકે છે કે નહિ? અને જઈ શકે તો કેટલા દિવસ માટે ત્યાર બાદ જો ન આવે તો ગુનેહગાર થશે?

જવાબઃ–(ર) ઉપરની વિગત મુજબ જો વાલિદૈન ત્યાં ઈંગ્લેન્ડ ન આવી શકતા હોય અને રજા માંગવા છતાં પતિ રજા ન આપે તો ઓરત પોતાની વાલિદૈનની મુલાકાત માટે કોઈ મહરમ સાથે પોતાના વતન ઈન્ડીઆ જઈ શકે છે, પરંતુ મુલાકાત કરીને જલ્દી પરત આવવું જરૂરી છે. મુલાકાત પછી ત્યાં રોકાવવું અને પતિના હકોની દરકાર ન કરવી જાઈઝ નથી.           (શામી :ર)

Log in or Register to save this content for later.