[૩૩૮] દત્તક પુત્ર નિકાહ અને વિરાસતમાં સગા પુત્ર સમાન નથી

Chapter : નિકાહ

(Page : 390-391)

સવાલઃ– કિતાબ ”અકાઈદે ઈસ્લામ”માં પેજ–ને ૧૪૬ ઉપર મવલાના મુફતી મુહંમદ બેમાત સાહેબ રહ. (શયખુલ હદીસ દારૂલ ઉલૂમ ફલાહે દારેન) લખે છે કે કુર્આન શરીફમાં છે કે છોકરાને દત્તક લેવાથી તે પોતાના પેટથી જનમનાર બાળકની જેમ નથી, તેના માટે વારસાઈ તેમજ નિકાહ બાબતનો હુકમ નથી. તો આ બાબતે વિસ્તૃત ખુલાસો  આપવા ગુઝારિશ છે તથા ઉપરોકત આયત કુર્આન શરીફના કયા પારામાં અને કઈ સૂરતમાં છે?

જવાબઃ– એકવીસમાં પારામાં ૧૭માં રુકૂઅમાં સૂરએ અહઝાબની ચોથી આયતમાં છે કે ”તમારા લેપાલક બેટાઓને તમારા (ખરેખર અને સાચા) બેટાઓ નથી બનાવ્યા.”

નોટઃ દત્તક પુત્રે વિષે આ સવાલ સિવાય અન્ય જવાબોમાં વિસ્તૃત ખુલાસો છે જેનો અભ્યાસ કરવા વિનંતી.

Log in or Register to save this content for later.