Chapter : કુરબાની
(Page : 396-397)
સવાલ :– ચાલુ વર્ષે કુરબાની માટે જાનવરો ખરીદયા. એ જાનવરો પોતાના ઘરોમાં તેમજ વાળાઓમાં બાંધેલા હતા કે અચાનક ઈદના બે દિવસ પહેલાં પી.એસ.આઈ. પૂરા સ્ટાફ સાથે આવી લગભગ (રપ) કુરબાનીના જાનવરો લઈ ગયા. બીજા દિવસે કોર્ટમાં રજૂ કરી માલિકો પર કેસ કર્યો. ઈદ પહેલાં આ જાનવરો ના આપ્યા તો બીજા દિવસે અમૂક લોકોએ કુરબાની માટે બીજા મોટા જાનવરો ખરીદી લીધા. અમૂક લોકોએ મોટા જાનવરોમાં કરુબાનીનો ભાગ લઈ કુરબાની કરી. અમૂક લોકો પૈસાનો બંદોબસ્ત ના હોવાથી કુરબાની ના કરી શકયા. તો આવી મજબૂરીના લઈને જે લોકો ઉપર કુરબાની વાજિબ હતી તે લોકો કુરબાની ના કરી શકયા તો તેમની ઉપર ગુનોહ લાગુ પડશે કે નહિ?
જવાબ :– જે વ્યકિતનું જાનવર પોલીસ લઈ ગઈ અને તેની ઉપર માલદારીની કુરબાની વાજિબ હતી અને કુરબાનીના દિવસોમાં તેણે કુરબાની ન કરી તો તેણે કુરબાનીની કઝા રૂપે એક કુરબાની લાયક દરમ્યાની પ્રકારના બકરાનો ઝકાતના હકદાર ગરીબ મુસ્લિમોને સદકહ કરી આપવો વાજિબ છે. જો આ પ્રમાણે સદકહ નહિ કરે તો વાજિબ કુરબાનીની કઝા ન કરવા બદલ ગુનેહગાર થશે અને જો નફલ કુરબાનીનુ જાનવર હતુ તો તેણે કુરબાનીની કઝા કરવી ઝરૂરી નથી અને તે કઝા ન કરવા બદલ ગુનેહગાર પણ નહિ થાય. (શામી–પ)
Log in or Register to save this content for later.