[૩રર] મળેલી બકરીના બકરાની કુરબાની

Chapter : કુરબાની

(Page : 392)

સવાલઃ– અમને એક બકરીનું બચ્ચું મળ્યું હતું તેને પાલવીને મોટું કર્યું, હવે તેને એક બકરો પેદા થયો. એ બકરાની હમારે કુરબાની આપવી છે. તો હમારા માટે એ જાઈઝ છે કે નહિ?

જવાબઃ– મજકૂર બકરી અને તેનાથી જન્મેલ બકરો તમારી માલિકીનો નથી, માટે તેની કુરબાની વર્તમાન હાલતમાં જાઈઝ નથી. તમોએ તે બકરી અને બકરો કોઈ ગરીબ મુસલમાનને સદકો કરી દેવો વાજિબ છે કારણ કે તે કોઈની ખોવાયેલી બકરી અને બકરો છે, એના લેનારે પોતે ઉપયોગ કરવો જાઈઝ નથી.           (શામી–૩)

Log in or Register to save this content for later.