[૩૩૧] નિકાહ પછી પતિ – પત્નીને મુલાકાતથી રોકવા

Chapter : નિકાહ

(Page : 382-383)

સવાલઃ– ઈંગ્લેન્ડથી એક મુસ્લિમ છોકરી ભારતમાં આવીને એક મુસ્લિમ છોકરા સાથે નિકાહ કરે અને આ છોકરીને ભારતમાં દુલ્હાના ઘરે વળાવવામાં ન આવે, જયારે દુલ્હાને યુ.કે જવાની વિઝા મળે અને દુલ્હો યુ.કે. જાય ત્યારે દુલ્હા દુલ્હન પોતે ધણી – ધણીયાણી તરીકે યુ.કે. માં જીવન ગુજારે તો આ રીતે અચોકકસ મુદ્દત સુધી દુલ્હાને યુ.કે જવાની વિઝા ન મળે ત્યાં સુધી સદંતર સાથે ન રહેવું એ શરઈ દ્વષ્ટિએ યોગ્ય છે? નિકાહ થયા પછી દુલ્હો અટુલો અચોકકસ સમય સુધી રહે તે શરઈ રીતે યોગ્ય છે ?

જવાબઃ– શરીઅતની રૂએ નિકાહ થઈ ગયા પછી પુખ્તવયના દુલ્હા – દુલ્હનને વિઝા મળતા સુધી એક બીજાથી જુદા રહેવું  જરૂરી નથી અને દુલ્હો ઓરતના હકકો ભરણ પોષણ, રહેઠાણ વિ. અદા કરવા શકિતમાન હોય તો બન્નેહએ જુદા રહેવું પણ ન જોઈએ, તાકે નિકાહના શરઈ હેતુઓ અને મુખ્ય ધ્યેયો બન્ને ને પ્રાપ્ત થાય અને મજકૂર હકકો અદા કરવા માટે દુલ્હાના શકિતમાન હોવા છતાં અને બન્નેર પતિ – પત્નીનો એક બીજાથી મળવાનો ઈરાદો હોવા છતાં બન્નેસ ઘરવાળાઓએ તેઓને મુલાકાતથી રોકવા એ ઝુલ્મ છે.

Log in or Register to save this content for later.