[૩ર૩] અકીકાનો ગોશ્ત, શાદીની દાવતમાં

Chapter : નિકાહ

(Page : 375)

સવાલઃ– મારા મોટા ભાઈ ગુલામ રસૂલની દિકરીની શાદી રાખેલ છે, તો તે શાદીની દઅવતમાં તેમની મોટી દિકરીનો ભાણો તથા ભાણી તે બન્નેુવના અકીકાના ત્રણેવ જાણવરનું ગોશ્ત શાદીની દઅવતમાં ખવડાવી શકાય છે કે કેમ તે ખુલાસાવાર લખી જણાવશો. બીજુ કે આજ ગુલામ રસૂલના મોટા દિકરાને એક છોકરો અને છોકરી છે, તેમના ત્રણ અકીકા બાકી છે, તો તે અકીકાનું ગોશ્ત આ ગુલામ રસૂલની દિકરીની શાદીની દઅવતમાં ખવડાવી શકાય કે કેમ ? તે જણાવશો.  જવાબઃ– એક દિકરીના છોકરાઓના અકીકાનો ગોશ્ત બીજી દિકરીના નિકાહના પ્રસંગે નિકાહની દઅવતમાં ખવડાવી શકાય છે, પરંતુ નિકાહની દઅવત ઉપર પ્રચલિત પધ્ધતિ મુજબ દઅવત ખાનારાઓ પાસેથી વહેવાર ન લેવો જોઈએ.

Log in or Register to save this content for later.