Chapter : નિકાહ
(Page : 376-377)
સવાલઃ– મઅઝૂર છોકરાને ઉઠાડવા, બેસાડવા, પેશાબ, ગુસલ વિગેરે કામો તેમની ઓરત દસ વરસથી કરે છે, તો શું ઓરત માટે આ ખિદમતો કરવી શરઈ દ્રષ્ટ્રિએ ફર્ઝ ગણાશે ? યા એહસાન ગણાશે ? બદની કમઝોરીની મજબૂરીના લઈ કામો કરવાથી મઅઝૂર હોય તો તેણી ગુનેહગાર ગણાશે કે નહિ ?
જવાબઃ– ઓરતે શવહરની ખિદમત કરવી મુસ્તહબ છે અને એક ફરમાબરદાર ખિદમત ગુજાર ઓરત બનવા માટે ઓરતે શવહરની ખિદમત કરવી જોઈએ. હદીસ શરીફમાં શોહરની ખિદમત કરવાની પ્રેરણા આપવામાં આવી છે. એક હદીસમાં છે કે એક ઓરતે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી પૂછયું કે પતિનો ઓરત પર શું હક છે? તો હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે અગર પતિના માથાથી લઈ કદમ સુધી (શરીર ઉપર) પરૂ હોય અને ઓરત તેને ચાટી જાય તો પણ પતિનો હક અદા નથી કરી શકતી. હઝરત અસ્મા બિન્તે અબૂ બક્ર (રદિ.) થી મનકૂલ છે કે તેઓ પોતાના પતિના ઘરમાં બધાં જ કામો પોતે કરતાં હતાં. (ઈહયાઉલ ઉલૂમ– ર/પ૯,૬ર)
Log in or Register to save this content for later.