[૪૯૪] સૂતેલા માણસ સામે નમાઝ

Chapter : નમાઝ

(Page : 502-503)

સવાલ :–(ર) એવી જગ્યાએ નમાઝ પઢવી જાઈઝ છે જયાં કોઈ વ્યકિત આપણી આગળ સૂતેલી હોય અને સજદહમાં જતી વખતે આપણું કપડુ પણ તેને અડતું હોય ?

જવાબ :–(ર) જો સૂતેલા માણસનું મોઢુ નમાઝી તરફ ન હોય તો નમાઝ વિના કરાહતે  જાઈઝ છે. અને જો તેનું મોઢુ નમાઝી તરફ હોય તો નમાઝ મકરૂહ છે, સજદહમાં નમાઝીનું કપડું સૂઈ જનારને અડવાથી નમાઝમાં કોઈ કરાહત નહિં આવે.            (શામી –૧/૪૩ર, આલમગીરી–૧/૧૦૮)

Log in or Register to save this content for later.