Chapter : નમાઝ
(Page : 501)
સવાલ :–(૩) મુકતદી કોઈ પણ રૂકન ઈમામથી બિલકુલ પહેલાં જેમકે રુકૂઅ સજદહ વગેરે અદા કરે તો નમાઝ અદા થશે કે કેમ?
જવાબઃ–(૩) મુકતદીએ ઈમામથી પહેલાં રુકૂઅ, સજદહ વગેરેમાં જવું મકરૂહે તહરીમી છે, તે છતાં જો કોઈ મુકતદી રુકૂઅ અથવા સજદહમાં અથવા બન્નેવમાં ઈમામથી પહેલાં ગયો અને તેના તે રૂકનથી સર ઉઠાવતાં અને ફારિગ થતાં પહેલાં ઈમામ સાહેબ તે રૂકન (રુકૂઅ સજદહ વગેરે)માં ગયા અને બન્નેવ તે રૂકનમાં ભેગા થઈ ગયા તો મુકતદીની નમાઝ કરાહત સાથે જાઈઝ ગણાશે અને જો ઈમામના તે રૂકનમાં જતા પહેલાં મુકતદીએ સર ઉઠાવી લીધું અને ઈમામથી પહેલાં ફારિગ થઈ ગયો તો તેણે લાહિક બનીને અમુક સૂરતોમાં એક રકઅત અને અમુકમાં બે રકઅત અને અમુકમાં ચાર રકઆત ઈમામની સલામ પછી કિરાઅત વગર પઢવી પડશે. જો તે મજકૂર રકઅત પઢતા પહેલાં ઈમામ સાથે સલામ કહી નમાઝથી ફારિગ થઈ જશે તો તેણે તે નમાઝ ફરી પઢવી ફર્ઝ ગણાશે. (શામી – ૧)
Log in or Register to save this content for later.