Chapter : નમાઝ
(Page : 500)
સવાલ :–(ર) નમાઝમાં કઅ્દહમાં પગ ઉપર પગ ચઢાવીને એટલે જમીન પર એક જ પગ અડે છે એટલે પગની એડીથી લઈને આંગળીઓ સુધી એક પગ જમીન પર બિલકુલ નીચે અડતો નથી, એમ કઅ્દહમાં બેસીને નમાઝ વગર મજબૂરીએ પઢશે તો અદા થશે કે કેમ?
જવાબ :–(ર) નમાઝના કઅ્દહમાં બેસવાનો સુન્નત તરીકો આ પ્રમાણે છેઃ
ડાબો પગ બીછાવી તેની આંગળીઓ શકય તેટલી કિબલા રૂખ રાખે અને તેના ઉપર બેસે અને જમણો પગ ઉભો રાખી તેની આંગળીઓ કિબ્લારૂખ કરે, ઉઝર વગર સવાલમાં લખવા મુજબ કઅ્દહમાં બેસવું એ સુન્નત તરીકા વિરૂધ્ધ છે અને મકરૂહ છે. (શામી – ૧, કબીરી – ર૮પ)
Log in or Register to save this content for later.