Chapter : નમાઝ
(Page : 501-502)
સવાલ :–(૪) કોઈ મુકતદી જયારે ઈમામ બીજી બાજુ એટલે ડાબી બાજુ સલામ ફેરવે ત્યારે એ મુકતદી પહેલી સલામ જમણી બાજુ ફેરવે છે તો શું નમાઝમાં વાંધો આવશે?
જવાબ :–(૪) મુકતદીએ મોડું કર્યા વગર ઈમામ સાથે સલામ ફેરવવી સુન્નત છે અને સવાલમાં લખવા મુજબ ઈમામ પછી સલામ ફેરવશે તો પણ નમાઝ તો સહીહ અને અદા થઈ જશે અને જો મુકતદીની અત્તહિય્યાત બાકી હોય તો તેણે અત્તહિય્યાત પૂરી કરીને સલામ ફેરવવી જોઈએ, ચાહે ઈમામના ફારિગ થયા પછી ફેરવવી પડે. (શામી–૧/૩૧૬/૩પર)
Log in or Register to save this content for later.