[૪૮ર] ઉપરના ભાગમાં ઈમામથી આગળ ઉભા રહેવું

Chapter : નમાઝ

(Page : 494-495)

સવાલ :– નીચેના જમાઅત ખાનામાં ઈમામ જયાં ઉભા રહે છે તે મુસલ્લાની હદ કરતાં ઉપરના જમાઅત ખાનામાં ઈમામના મુસલ્લાની હદથી આગળ વધીને અગર ઉપર સફબંધી કરી હશે તો નમાઝ થશે કે નહિ?

જવાબ :– નીચે ઉભેલા ઈમામ કરતાં આગળ સફ કરીને ઉભેલા મુકતદીઓની નમાઝ સહીહ નહિ થાય. નીચે અને ઉપરના જમાઅતખાનાની સફોનું ઈમામની પાછળ હોવું જરૂરી છે. (શામી – ૧)

Log in or Register to save this content for later.