Chapter : નમાઝ
(Page : 491)
સવાલ :– પત્ની, સગી બહેન, મા તેમજ મહરમ ઓરત નમાઝ પઢતાં હોય, તેની સાઈડમાં આગળ પાછળ (જમાઅત વગર) નમાઝ પઢવામાં કોઈ વાંધો ખરો ?
જવાબ :– પોતાની ઓરત અથવા બહેન, માં કે બીજી કોઈ મહરમ ઓરત સાથે કોઈ આડ વગર કે કમ થી કમ દોઢ બે ફૂટના અંતર વગર ડાબે જમણે ઉભા રહીને પોત–પોતાની અલગ નમાઝ પઢવી પણ મકરૂહે તહરીમી છે, એ જ પ્રમાણે પોતાની બીવી કે કોઈ મહરમ ઓરત આગળ નમાઝ પઢે અને મર્દ કોઈ આડ અને અંતર વગર પાછળ નમાઝ પઢે એ પણ મકરૂહે તહરીમી છે. ઓરત અને મર્દ એક જગ્યામાં પોતપોતાની અલગ નમાઝ પઢે ત્યારે એક લાઈનમાં ઉભા રહી નમાઝ પઢે તો દોઢથી બે ફૂટનું અંતર હોવું જોઈએ. (શામી – ૧/૩૮૬ )
Log in or Register to save this content for later.