Chapter : નમાઝ
(Page : 482)
સવાલ :– નમાઝ પઢતી વખતે કેટલાક મુસલ્લી ભાઈઓ નમાઝની હાલતમાં છાતીના બટન ખુલ્લા રાખી નમાઝ પઢે છે, તો આ બાબતે યોગ્ય માર્ગદર્શન આપશોજી. બટન ખુલ્લા રાખી નમાઝ પઢવામાં કોઈ વાંધો હોય તો ફતાવાથી યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. એક ભાઈનું કહેવું છે કે હઝરત રસૂલુલ્લાહ (સ.અ.વ.) બટન ખુલ્લા રાખીને નમાઝ પઢતા હતા.
જવાબ :– નમાઝ પઢતી વખતે પુરૂષ માટે પણ છાતી ઉપરના બટન ખુલ્લા રાખવા સુન્નત નથી, બલકે હઝરત રસૂલુલ્લાહ (સ.અ.વ.) એ એક સહાબી (રદિ.) ને બટન બંધ કરવાનો હુકમ ફરમાવ્યો છે, બટન ખુલ્લા રાખવાથી નમાઝ ફાસિદ તો નહિં થાય, પરંતુ ઉપરોકત હદીષના ફરમાન મુજબ બટન બંધ રાખવા બેહતર છે.
(શામી– ૧/ ર૭૪, બહર ભાગ –૧/ર૬૮)
Log in or Register to save this content for later.