[ર૬૭] બીજા દેશમાં શાદી માટે ફોટા તેમજ વીડીઓ બનાવવી

Chapter : નિકાહ

(Page : 310-311)

સવાલ :– મારી શાદીનો રિશ્તો મારી ફોઈ બહેન સાથે નકકી કરવામાં આવ્યો છે અને એ છોકરી કેનેડા જઈ રહી છે, એના જવા પછી નિકાહ કરીને મારે પણ જવાનું છે, પરંતુ ત્યાં (કેનેડા) જવા પહેલાં જે વિધિ કરવામાં આવે છે  જેને આપણી સમાજ સોસાયટીમાં શરબત કહે છે, તો એ શરબતની વિધિ થોડા દિવસ બાદ રાખવામાં આવી છે, જેમાં છોકરીઓના વાલીઓ તથા મારા વાલિદૈન તથા અન્ય સગા – સબંધીઓ વિડીઓ કેસેટ કરવાનું કહે છે, જેનું મુખ્ય કારણ કેનેડા જવા માટે એક મોટી દલીલ (નિકાહ અને શાદી કરી હોવાની દલીલ) જણાય છે અને કેનેડા જવા માટે કેનેડા એમ્બીસીને આ પુ્રફ બતાવવું જરૂરી છે અને આ વિધિ સાથે સાથે ગેર કાયદેસરના નિકાહ ના ગણાય તે માટેના ફોટા પણ પડાવવામાં આવે છે અને આ વસ્તુ (ફોટા તથા વિડીઓ કેસેટ)નું હોવું જરૂરી છે,  તો ઉપર જે વિધિ કરવા વિશે જણાવ્યું એ પ્રમાણે કરવું મજબૂરીની સૂરતમાં જાઈઝ છે.

જવાબ :– ફુકહાએ કિરામ મજકૂર કારણને એવું કારણ ગણતા નથી કે જેના આધારે સવાલમાં લખવા મુજબ ફોટા અને વિડીઓની ગુંજાઈશ નીકળે.     (અત્તસવીર)

Log in or Register to save this content for later.