[૪૪પ] મસ્જિદે હરામ અને મસ્જિદે નબવીના ફોટાવાળા મુસલ્લા પર નમાઝ

Chapter : નમાઝ

(Page : 467)

સવાલ : જો આ સર્વે તસવીર વાળી વસ્તુઓની સામે નમાઝ ન થતી હોય તો લોકોનુ કહેવુ છે કે જે મુસલ્લો બીછાવીએ છીએ તેની ઉપર વધુ પ્રમાણમાં મસ્જિદે હરામ અને મસ્જિદે નબવી હોય છે તો શું એ તસવીર સામે નમાઝ થાય કે નહિ ? બીજું આજકાલ ઇંગ્લેન્ડમાં કપડાની ઉપર પ્રિન્ટ કરી તેની ઉપર મસ્જિદે હરામ અને મસ્જિદે નબવીનો ફોટો હોય છે અને તે જ્યાં સફો ઉભી થાય છે ત્યાં બિછાવે છે અને તેની ઉપર ચાલી લોકો નમાઝમાં શામિલ થાય છે તો એવું ચાલવું કે જેનાથી ફોટામાં જે મસ્જિદો છે તેની બેઅદબી થાય છે તો શું એ મુસલ્લા બિછાવી શકાય કે નહિ ?

જવાબ : મસ્જિદે હરામ અને મસ્જિદે નબવીના પ્રિન્ટવાળા મુસલ્લા ઉપર અથવા શેતરંજી ઉપર નમાઝ દુરૂસ્ત અને જાઈઝ તો છે, પરંતુ આ પ્રકારની ડિઝાઈનો તરફ નમાઝીનું ધ્યાન કેન્દ્રિત થઈ જવાનો ભય હોવાથી એવા મુસલ્લા અને ચટાઈ ઉપર નમાઝ બેહતર નથી.          (શામી : ૧/૪૪ર)

                બાકી એવી તસવીરવાળા ફોટા ઉપર ચાલવાને મજકૂર પવિત્ર સ્થળોની બેઅદબી નહિં ગણાય, કારણ કે અદબ અને તઅઝીમમાં અસલ વસ્તુનો જે હુકમ છે તે તસવીર અને ફોટાને લાગુ પડતો નથી.

Log in or Register to save this content for later.