[૪પ૩] બુટ, ઈનશર્ટ સાથે હાથ છુટા રાખી ઉઘાડા માથે નમાઝ

Chapter : નમાઝ

(Page : 472)

સવાલ : બુટ પહેરી, ઈનશર્ટ કરી, હાથ છુટા રાખી અને ટોપી વગર નમાઝ પઢવી જાઈઝ છે ?

જવાબ : જો બુટ પાક હોય તો તેને પહેરીને નમાઝ પઢવી જાઈઝ છે, પરંતુ બુટ ઉતારીને નમાઝ પઢવી બેહતર છે અને બુટ પહેરીને નમાઝ પઢવી ત્યારે જાઈઝ છે, જ્યારે કે બુટનો આગળનો ભાગ એવો નરમ હોય કે પગની આંગળીઓ બુટના ચામડા કે રબર સાથે જમીન ઉપર લાગતી હોય, જો બુટનો આગળનો ભાગ એવો નરમ ન હોય અને પગની આંગળી જમીન ઉપર ટેકવાતી ન હોય તો એવા બૂટ પહેરી નમાઝ પઢવી જાઈઝ નથી.  (શામી : ૧/૪૪૧, ઈમ. ફતાવા :૧/ ૭૯૪)

                ઈનશર્ટ કરી નમાઝ પઢવી પણ જાઈઝ છે. બાકી બેહતર નથી અને કરાહતથી ખાલી નથી. (શામી: ૧/ર૭૪)

                કયામની હાલતમાં છુટા હાથ રાખી અને ટોપી વગર નમાઝ પઢવી મકરૂહ છે.        (તહતાવી : ૧૯૪)

Log in or Register to save this content for later.