[૧૯૭] પત્નીને ભૂલથી બેટા કહેવું

Chapter : નિકાહ

(Page : 237)

સવાલ :– એકવાર મારી પત્ની અને મારી નાની છોકરી બીજા રૂમમાં હતી, છોકરીનો અવાજ સમજી હું જવાબમાં હાં બેટા એવો શબ્દ બોલ્યો, પણ તે મારી પત્નીનો અવાજ હતો આથી મેં મારી પત્નીને બેટા શબ્દ ભૂલમાં કહયો તો આ સૂરતમાં શરીઅતનો શું હુકમ છે?  માટે ઉપરોકત બાબતોમાં શું કરવું મને કંઈ સમઝ પડતી નથી, હું ખુબ જ ચિંતામાં છું, આ ઘટના આશરે  સાડા ત્રણથી સાડા ચાર વર્ષ અગાઉ બની છે. હઝરત મારા હકમાં આસાની થાય એમ શરીઅતની રોશનીમાં જવાબ આપશો.

જવાબ :– ઓરતને બેટા કહેવું મકરૂહ અને મના છે, પરંતુ તેણીને બેટા કહેવાથી કોઈ તલાક નહીં પડે અને નિકાહમાં કોઈ ખરાબી નહીં આવે.              (શામી ભા. ર/પ૭૭)

Log in or Register to save this content for later.