[૧૮૭] સફર દરમિયાન બાપને છોકરીના શરીરની ગરમી મહસૂસ થઈ

Chapter : નિકાહ

(Page : 229-230)

સવાલઃ– એક મુસ્લિમભાઈ જેમની ઉમર લગભગ પ૭ વર્ષની છે, તે પોતાની ૧૭ વર્ષની છોકરી સાથે રિક્ષામાં સફર કરી રહયા હતા, સાથે બેસવાના કારણે છોકરીના શરીરની ગરમી બાપને મહસૂસ થઈ, બાપને કોઈ પણ જાતની ખ્વાહિશ કે ગરમી પેદા થઈ નથી, છોકરીની ગરમી જવાનીના કારણે કે ખ્વાહિશના કારણે હતી તે ખુદાપાક બેહતર જાણે છે. તો એ વિશે શરીઅતનો હુકમ શું છે?

જવાબઃ– જો લળકીના શરીરની ગરમી પિતાને મહસૂસ થઈ અને તે લળકીની ખ્વાહિશ અને વાસનાની ઉત્તેજના અને લઝઝતના કારણે હતી તો મજકૂર ગરમીના અનુભવથી હુરમતે મુસાહરત સાબિત થશે. ચાહે માત્ર લળકીને જ ખ્વાહિશ થઈ હોય, બાપને ખ્વાહિશ ન થઈ હોય તો પણ હુરમત સાબિત થઈ જશે, કારણ કે આવી બાબતમાં માત્ર એક પક્ષની ખ્વાહિશથી પણ હુરમત સાબિત થઈ જાય છે.

                અલબત્ત છોકરીના શરીરની ગરમી ખ્વાહિશના કારણે હતી કે નહીં તે છોકરીના બયાનથી જ માલૂમ પડી શકે છે, જો છોકરી એ વાતનો ઈન્કાર કરે તો હુરમત સાબિત નહિ થાય.         (શામી ભા.ર)

Log in or Register to save this content for later.